મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદીજુદી બે દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 1000 લિટર આથો, 160 લિટર દારૂ, 26 ડબ્બા અખાધ્ય ગોળ ઝડપાયો, એકની ધરપકડ: બેની શોધખોળ


SHARE









મોરબી નજીક જુદીજુદી બે દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 1000 લિટર આથો, 160 લિટર દારૂ, 26 ડબ્બા અખાધ્ય ગોળ ઝડપાયો, એકની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે ઢોર બાંધવાના ડેલામાં અને વોકળાના કાઠે દેશી દારૂની જુદીજુદી બે ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 1000 લિટર આથો, 160 લિટર દેશી દારૂ તેમજ 26 ડબ્બા અખાધ્યાય ગોળ સહિતનો મુદામાલ મળી આવતા પોલીસે મજૂર તરીકે કામ કરતાં એક શખ્સની હાલમાં ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈ દેગામાના ડેલામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઢોર બાંધવાના આ ડેલામાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લિટર આથો, 90 લિટર તૈયાર દેશી દારૂ, 26 ડબ્બા અખાધ્યાય ગોળ, ગેસનો બાટલો અને બે રેગ્યુલેટર સહિત કુલ મળીને 62,400 ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ હતો જેને પોલીસે કબજે કર્યો છે અને દેશી દારૂની ભઠ્ઠીમાં મજૂર તરીકે કામે રાખેલ તુલસીભાઈ રણછોડભાઈ પરમાર (32) રહે. લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈના ડેલામાં મૂળ રહે. સરવડ વાળાની ધરપકડ કરી હતી અને આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા રહે, લીલાપર વાળો હાજર ન હોય બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આવી જ રીતે ત્યાં ઈંટોના ભઠ્ઠા પાસે વોકળાના કાઠે સંજયભાઈ નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 400 લીટર આથો, 70 લીટર તૈયાર દેશી દારૂ, ગેસનો બાટલો, ગેસનું બર્નર સહિત કુલ મળીને 26,700 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો અને આ ગુનામાં પણ મજૂર તરીકે કામ કરતાં તુલસીભાઈ રણછોડભાઈ પરમાર (32) રહે. લીલાપર રોડ કાળીપાટ ઈંટોના ભઠ્ઠા પાસે રણજીતભાઈના ડેલામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા રહે, લીલાપર વાળો સ્થળ ઉપર હાજર ન હોય બંને શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News