મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં વરલી જુગારની ત્રણ, વાંકાનેર તાલુકામાં બે રેડ


SHARE







વાંકાનેર તાલુકામાં બે અને મોરબી શહેરી વરલી જુગારની ત્રણ રેડ

વાંકાનેર તાલુકામાં બે અને મોરબી શહેરી વિસ્તારમાં ત્રણ જગ્યાએ વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે વરલી જુગારના આંકડા લેતા શખ્સોને પકડીને તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસે વીહત હોટલની સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મેલાભાઈ ધીરુભાઈ રાઠોડ (22) રહે સરતાનપર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે આવી જ રીતે ઢુવા નેશનલ હાઇવે રોડ ઉપર એકે હોટલ પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મશરૂભાઈ કુકાભાઈ સારલા (46) રહે. ભીમગુડા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે 1350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ બંને ગુના વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે

જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલથી આગળના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ જીવરાજભાઈ સાધરીયા (48) રહે. બગથળા વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 2150 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તે જ વિસ્તારમાં વરલી જુગારની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ હસમુખભાઈ મીરાણી (45) રહે. વાઘપરા મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 2200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તો મોરબીના રવાપર ગામના ઝાંપા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અશોકભાઈ નાનાલાલ ચોગ (74) રહે. રવાપર વાળા વરલીના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 550 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આ ત્રણેય ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે.






Latest News