મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે. લહેરુના અધ્યક્ષ સ્થાને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં રાજકારણમાં બ્રહ્મ સમાજનું યોગદાન અને સક્રિયતા વિષય રાખવામા આવેલ હતો અને મોરબીના પરશુરામધામ ખાતે આ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 1 થી લઈને 75 વર્ષની ઉંમર સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનારને લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં ઠાકર માહી, ભટ્ટ ધૈર્ય, આર્ય અને હેમાબેન જોષી, ભટ્ટ જલધી, રૂણ શુક્લ તથા વકીલ યતીન દવે વિજેતા જાહેર થયા હતા. તમામને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રમાણે આર્ટીકલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વકીલ જગદીશ ઓઝા, રવિન્દ્ર ત્રિવેદી, નીરવ રાવલ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનુભાઈ ભટ્ટ, ભુપતભાઈ પંડ્યા, ડો. રાજુભાઈ ભટ્ટ, હિતેષ ભટ્ટ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.






Latest News