મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા શિવમ અંબાલીયાને જુદીજુદી બે રમતમાં બે ગોલ્ડ મેડલ


SHARE









મોરબીની યુનિક સ્કૂલમાં અભ્યાસ કરતા શિવમ અંબાલીયાને જુદીજુદી બે રમતમાં બે ગોલ્ડ મેડલ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનિક સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. યુનિલ સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ સ્પોર્ટ્સ ડે માં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ પ્રસાશન અને વિદ્યાર્થીઓ ની મહેનતને કારણે વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે રુચિ વધે છે. આ વર્ષે આયોજિત સ્પોર્ટ્સ ડે માં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ રમતો માં ભાગ લીધો હતો. આ યુનિક સ્કૂલમાં ધો. 5 માં અભ્યાસ કરતા શિવમ રાજેશભાઇ અંબાલીયાએ ચેસમાં ભાગ લીધો હતો અને તેમ તે પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું હતું સાથે સાથે શિવમ અને તેના મિત્રોએ ટગ ઓફ વોર એટલે કે રસ્સા ખેંચમાં પણ ભાગ લીધો હતો જેમાં તેમની ટિમ પ્રથમ નંબરે આવી હતી જેના કારણે તેમાં પણ ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. શિવમ અંબાલીયાને સ્કૂલ ગેમમાં બે ગોલ્ડ મેડલ મળતા સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, કલાસ ટીચર અને સાથી વિદ્યાર્થી મિત્રો સહિત પરિવારજનોએ અભિનંદન આપ્યા હતા. બાળકોમાં ખેલ ભાવના વિકસે અને રમતો પ્રત્યે રુચિ વધે તે હેતુથી યુનિક સ્કૂલ દ્વારા દર બે વર્ષે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવે છે. આવા આયોજનો સફળ થાય તેની પાછળ સ્કૂલની અથાગ મહેનત હોય છે.




Latest News