મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવક-યુવતીઓ માટે તાલીમની ખાસ વ્યવસ્થા કરાઇ


SHARE







મોરબીના મકનસર પાસે પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવક-યુવતીઓ માટે તાલીમની ખાસ વ્યવસ્થા કરાઇ

મોરબીના મકનસર ગામ પાસે પોલીસ હેડ કવાર્ટર આવેલું છે અને ત્યાં આગામી સમયમાં આવનાર પોલીસ વિભાગની વિવિધ ભરતીઓ માટે તૈયારી કરતા યુવાનો માટે રનીંગ સહિતની ફિઝિકલ ફિટનેસ માટેની તૈયારીઓ અનુભવી ટ્રેનર અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આગામી સમયમાં રાજ્યમાં પોલીસ વિભાગની અંદર મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે ત્યારે તેમાં પસંદગી પામવા માટે થઈને હાલમાં યુવક યુવતીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે જો કે, તેઓની મહેનત લેખે લાગે તે માટે થઈને જુદી જુદી સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા યુવક યુવતીઓ માટે ફિઝિકલ ફિટનેસની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે સુરક્ષા સેતુ સોસાયટી અને મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસમાં ભરતી માટે તૈયારી કરતા યુવક યુવતીઓ માટે શારીરિક કસોટીની તૈયારી, રનીંગ માટેની જરૂરી તાલીમ વિગેરે અનુભવી ટ્રેનર દ્વારા આપવામાં આવે તેના માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ જે પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે તેમને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રેનિંગનું લાભ લેવા માટે આહ્વાન કર્યું છે અને તેના માટે મોબાઈલ નંબર 92656 02834 અને 97231 69690 ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યુ છે.






Latest News