મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાકાને ત્યાં રહેતી યુવતીને પિતાએ ઠપકો દેતા દવા પી જતા સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીમાં કાકાને ત્યાં રહેતી યુવતીને પિતાએ ઠપકો દેતા દવા પી જતા સારવાર દરમિયાન મોત

મોરબીના જીકીયારી ગામે કાકાને ત્યાં રહેતી યુવતીને તેના પિતાએ ઠપકો આપ્યો હતો.જેથી યુવતી ઝેરી દવા પી ગઈ હતી અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જીકીયારી ગામે રહેતી દીપિકાબેન ગુમાનભાઈ રાઠવા નામની ૧૯ વર્ષની યુવતી જીકીયારી ગામે સીમ વિસ્તારમાં ઝેરી દવા પી ગઈ હતી.જેથી તેને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જોકે ટૂંકી સારવાર દરમિયાન દીપીકાબેન રાઠવા નામની યુવતીનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વિજયભાઈ મિયાત્રા તપાસ માટે ગયા હતા.જેમાં સામે આવ્યું હતું કે, મૃતક દીપિકાબેન તેના કાકાને ત્યાં મોરબી રહેતા હતા અને તેના પિતા ગુમાનભાઈ રાઠવા ઉપલેટા ખાતે રહીને ત્યાં મજૂરી કામ કરતા હતા.દીપિકાબેન પિતાને બદલે કાકાને ત્યાં રહેતા હોય તે બાબતને લઈને તેના પિતાએ તેણીને ઠપકો આપ્યો હતો.તે બાબતનું મનમાં લાગી આવતા દીપિકાબેનને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જેને પગલે તેનું મોત નિપજેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર-કેનાલ રોડ એનટી સ્ટુડિયો નજીક રહેતા જયંતીભાઈ રામુભાઈ કોળી નામનો ૩૩ વર્ષનો યુવાન ગોકુલનગર શેરી નંબર-૧૩ પાસે હતો.ત્યાં સ્કુલ નજીક કોઈ સાથે ઝઘડો થતા પથ્થર અને લાકડાના ધોકા વડે મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.તેમજ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બાઈકમાં ઘરે જતા સમયે વાહન સ્લીપ થતા વિનોદભાઈ નાનજીભાઈ દેત્રોજા નામના ૫૦ વર્ષના આધેડને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. તેમજ શનાળા રોડ સ્કાય મોલ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા જિજ્ઞાસાબેન જીતેન્દ્રભાઈ વનગરા (૩૦) રહે.નાનાભેલા માળીયા (મિં.) ને અત્રે ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના મોટા દહીંસરા ગામના ભાનુબેન ગગુભાઈ બાલાસરા નામના ૬૨ વર્ષના વૃદ્ધા મોરબીના મોટા દહીંસરાથી પીપળીયા ચોકડી વચ્ચે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમના બાઇકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત થયેલા ભાનુબેનને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી શક્તિ ચોક પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં સુનીલ પ્રાણજીવનભાઈ પંસારા (૨૧) રહે.વીસીપરાને પણ અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધનીબેન કાનજીભાઈ ગઢીયા નામના એકયાસી વર્ષના વૃધ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ઘર નજીક પડી ગયા હોય સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના ઘુનડા-સજનપર રોડ ઉપર બાઈક લઈને જતા સમયે અચાનક કુતરુ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા લવજીભાઈ બાબુભાઈ પરમાર નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર પેટ્રોલ પંપ વાળી શેરીમાં પાઇપ વડે થયેલ મારામારીમાં લાભુબેન બાબુભાઈ રાણેવાડીયા (રહે. લીલાપર રોડ ચાર માળીયા) નામના ૬૧ વર્ષીય વૃધ્ધાને ઈજા થતા સારવાર માટે લઇ જવાયા હતા.






Latest News