હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડથી જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં મેળવેલ 21 કરોડ સગેવગે કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સાયબર ફ્રોડથી જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં મેળવેલ 21 કરોડ સગેવગે કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


મોરબી જીલ્લામાં સાયબર ફ્રોડની છેલ્લા દિવસોમાં ઘણી ફરિયાદો નોંધાયેલ છે દરમ્યાન એ ડિવિઝનમાં નોંધાયેલ ગુનામાં જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં આવેલ 21 કરોડથી વધુની સાયબર ફ્રોડની રકમને સગેવગે કરવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. 


મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા સાયબર ફ્રોડની એક ફરિયાદ નોંધાયેલ હતો જેમાં જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં કુલ મળીને 21 કરોડથી વધુની રકમ આવી હતી જેને સગેવગે કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે મ્યુલ બેંક વડે ફ્રોડની રકમ મેળવીને સગેવગે કરવાનો ગુનો નોંધાયેલ હતો આ ગુનામાં પહેલા આરોપી આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, ગિરિરાજસિંહ કનકસિંહ જાડેજા, રવિ મનુભાઈ વિંધાણી અને દિવ્યાબેન પરેશભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે.સાંગાણી અને તેની ટીમે આરોપી ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી (43) રહે. લક્ષ્મી નારાયણ સોસાયટી શુભલક્ષ્મી એપાર્ટમેંટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે વધુમાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પકડાયેલ આરોપી ફ્રોડની રકમ મેળવવા માટે બેન્ક એકાઉન શોધી આપતો હતો અને ફ્રોડ મારફતે બેન્ક એકાઉન્ટમાં જે રકમ આવે તેને સગેવગે કરવાનું કામ કરતો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બીમારી સબબ વૃદ્ધનું મોત
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ ચકુભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધને બીમારી સબબ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોય પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા વંશ અમિતભાઈ મહેતા (૧૯) રહે.ત્રીલોકધામ સોસાયટી મોરબીને સારવાર માટે ખસેડાયો હતો.
બાળકી સારવારમાં
માળીયા મીંયાણાના વેજલપર ગામે રહેતા પરિવારની ચેતનાબેન પ્રકાશભાઈ સિચણાદા નામની પાંચ વર્ષની બાળકી જુના ઘુંટુ રોડ ઉપર બાઈકમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે લાવવામાં આવી હતી.તેમજ મોરબીના પીપળી રોડ સીએનજી પંપ પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા સતિષભાઈ કિશનભાઇ બામણીયા (૨૫) રહે.માંડલ ને પણ દવાખાને ખસેડાયો હતો.જ્યારે મોરબીના ટીંબડી પાટીયા પાસે થયેલ અકસ્માત બનાવમાં ઇજા થવાથી અરવિંદભાઈ બાબુભાઈ (૪૦) રહે.માળિયા ફાટક પાસે મોરબી-૨ ને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News