મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પ્રાંત અધિકારીની કચેરીનો કલાર્ક ઝડપાયો
વાંકાનેરના ચંદ્રપુર પાસે કારને રોકી યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો કરીને ૨૭ લાખની લૂંટ
SHARE
વાંકાનેરના ચંદ્રપુર પાસે કારને રોકી યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો કરીને ૨૭ લાખની લૂંટ
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસેથી કારને રોકીને યુવાન ઉપર બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની હાલમાં વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટ કરી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ હાલમાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ ઉપર અગાઉ ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો ત્યાર બાદ હાલમાં મોરબી જીલ્લાના વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર પાસેથી કાર લઇને પસાર થઇ રહેલા યુવાનને આંતરીને બાઈક ઉપર આવેલા બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો કરીને ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને લૂંટની આ સનસનીખેજ ઘટનાથી સમગ્ર જિલ્લાની અંદર પોલીસ દોડતી થઈ ગયા છે
હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે માથકિયા ઈસુબભાઈ રહીમભાઈ નામનો ૩૮ વર્ષનો યુવાન પોતાની કાર લઇને વાંકાનેર નજીકના ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર ડબલ સવારીમાં આવેલા બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા ઈસુબભાઈ નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને બે શખ્સો નાસી છૂટયા છે જેથી કરીને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બન્ને શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જીનનું કારખાનું ધરાવતા માથકિયા ઈસુબભાઈ રહીમભાઈ અને તેના કર્મચારી સાથે જતાં હતા ત્યારે તેઓના કારખાનાની બાજુમાં બંધ કારખાનની દિવાલ ઉપર વે શખ્સો બેઠા હતા અને કારને યુવાન જયારે નીકળ્યો ત્યારે તેઓની કારના બોનેટના ભાગે પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા અને તેની કાર રોકીને યુવાન નીચે ઉતાર્યો હતો ત્યારે છરી અને ધોકા જેવા હથિયારો વડે બે શખ્સે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આરોપીઓ બે થેલાઓમાં રૂપિયા ૨૭ લાખ જેવી માતબર રકમ હતી તે લઈને નાશી ગયા છે અને આ સનસનીખેજ લૂંટની વાત વાયુવેગે જિલ્લાભરમાં ફેલાઈ હતી જેથી જિલ્લા પોલીસ દ્વારા આરોપીને શોધવા માટે ટીમોને દોડાવવામાં આવી છે