મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો


SHARE









ભુજ ખાતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી સાંસદ પતંગ મહોત્સવ યોજાયો

ઉત્તરાયણ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ઉતરાયણના દિવસે સ્નાન, દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. જ્યારે આકાશ પતંગોથી ભરાઈ જાય છે. આ પર્વની સેવા વસ્તીના બાળકો આનંદ સાથે ઉજવણી કરી શકે તે હેતુથી કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી ભુજ ખાતે ‘સાંસદ પતંગ મહોત્સવ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સેવા વસ્તીના બાળકોને પતંગ દોરાનું વિતરણ કરાયું અને તેમની સાથે ઉમંગથી આ પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રકૃતિ પૂજા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિનો આ તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ લાવે એવી આશા સાથે સાંસદ વિનોદભાઈએ સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.. આ પ્રસંગે દિલીપભાઇ દેશમુખ, રશ્મિબેન સોલંકી, દેવરાજભાઈ ગઢવી, મનીશભાઈ બારોટ, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, વિરમભાઇ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News