મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી ​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















મોરબીના રાજપર (કું) ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના રાજપર કુંતસી ગામે આવેલ તળાવમાં કોઈપણ કારણોસર યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામ નાફળિયુંના રહેવાસી પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ (25) નામનો યુવાન રાજપર કુંતાસી ગામની સીમમાં પુંજાભાઈ થોભણભાઈ સુવરિયાની વાડીની બાજુમાંથી ફડસર ગામ તરફ જવાના જે રસ્તો આવેલ તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની સોનલબેન પ્રકાશભાઈ પલાસ (25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાદીક દોસમામદ જામ (22) નામના યુવાનને વજેપર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અમુલ ડેરી પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા મનોજ કરસનભાઈ સાંચલા નામના વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News