મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE









વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાના નવા ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ પાસે રહેતા યસ નીરવલાલ પરમાર (19) નામના યુવાનનો સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી ગયો હતો જેથી તેને હાથમાં ઈજા થવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે યુવાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી કૌશલકિશોર સીતારામ રાઠોડ અને રાનીબેન મુનિલાલ નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બેસીને ચોટીલાથી પરત લખધીરપુર રોડ ઉપર આવી રહ્યા હતા દરમિયાન ત્યાં ઓટો રીક્ષાના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બંનેને ઈજા થતા ઇજા પામેલા  બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઊંચી અને નીચી માંડલ વચ્ચેથી રીક્ષા પસાર થઈ રહી હતી દરમિયાન ચાલુ રિક્ષામાંથી આશાબેન દીપકભાઈ પરમાર અને સેજલ દીપકભાઈ પરમાર નીચે પડી જતા તે બંનેને ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News