વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં
મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત
મોરબીના લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી નજીક રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ બાપાસીતારામની મઢૂલી પાસે રહેતા શ્રેયાંશ ચૌહાણનો એક વર્ષના દીકરા રુદ્રાન ને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતક બાળકના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમના દીકરાને છેલ્લા આઠ એક દિવસથી શરદી, ઉધરસ અને કફ હતો દરમિયાન તેનું ઘરે મોત નીપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહેશ વીરજીભાઈ ખરા (40) અને ચંદ્રકાંત મહેશભાઈ ખરા (20) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને બને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
વૃદ્ધ સારવારમાં
મોરબીમાં નાની કેનાલ પાસે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં જાનકી એપાર્ટમેન્ટ ખાતે રહેતા બાબુભાઈ રામજીભાઈ વીડજા (64) બાઈક લઈને લીલાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીએ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાન દાઝી જતાં સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામગીરી દરમિયાન રોશનલાલ રામચંદ્ર યાદવ (28) નામનો યુવાન ગંભીર રીતે દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









