મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે


SHARE















મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે

મોરબી શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા રોશનીથી ઝળહળતી કરવામાં આવનાર છે મોરબીમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખાએ શહેરની વિવિધ ઈમારતોને જુદા-જુદા શેડમાં રોશનીથી શણગાર કરવા માટે ટેન્ડર પ્રોસેસ કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની ઇમારતો લાઇટિંગ શેડથી શણગારવામાં આવનાર છે, જેમાં ગ્રીન ટાવરને દેશના તિરંગાની થીમ તેમજ અન્ય વિવિધ લાઇટિંગથી  સુશોભિત કરવામાં આવનાર છે અને ગ્રીન ટાવરમાં દેશના તિરંગાની થીમના ત્રણેય કલરનો નયનરમ્ય નજારો આગામી સમયમાં મોરબી વાસીઓને જોવા મળશે, તેમજ મણીમંદિરમાં પણ વિવિધ રોશનીના સેડ દ્વારા શણગાર કરવામા આવનાર છે. રાજાશાહી સમયના માણીમંદિરની રોશનીના શણગારથી શાનમાં વધારો થશે. સમગ્ર પણે મણિમંદિરમાં લાઇટિંગના શેડ વિવિધ રીતે ગોઠવવામાં આવશે. જેમાં અલગ અલગ જગ્યાઓ પર વિવિધ રીતે લાઇટિંગની ગોઠવણ થસે.

જેનાથી સમગ્ર મણીમંદિરનો નજારો અત્યંત સુંદર બનાવવા માટે ઇલેક્ટ્રિક શાખાના અધિકારીઓ-કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો વિવિધ લાઇટિંગ ડેકોરેશનથી ઝળહળતી કરવામાં આવનાર છે, આ સમગ્ર કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આ કામગીરી થી મોરબી શહેરના રહેવાસીઓને હરવા ફરવાના નવા લાઇટિંગ ડેકોરેશન વાળા સ્થળો મળી રહેશે, અને રાત્રિના સમયમાં ફોટોગ્રાફી માટેના ઉત્તમ સ્થળની ભેટ મોરબી મનપાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા આગામી સમયમાં શહેરી જનોને આપવામાં આવનાર છે.






Latest News