મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પૈસા લેવા માટે અડાણે (ગીરવે) મુકેલા ઘરેણા છોડાવવા બાબતે બોલાચાલી થયા બાદ બેંને પક્ષેથી સામસામે મારામારી થઈ હતી.જેમાં સાત લોકોને ઈજા થતાં અહીંની સરકારી હોસ્પિટલે અને બાદમાં વધુ ઇજાગ્રસ્ત એવા બે લોકોને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તથા ઇજાગ્રસ્તોના સગાવાલા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટના અને હાલ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે કાવેરી સિરામિક નજીક રહીને વાંસના સૂંડલા બનાવવાનું કામકાજ કરતા બે પરિવારો વચ્ચે બકાજી કી બોલી ગઈ હતી.જે બનાવમાં ધોકા-પાઇપ વડે મારામારી કરવામાં આવેલી હોય આ બનાવમાં શોભનાબેન વિજયભાઈ લકુમ (૪૫), વિક્રમભાઈ ઉકાભાઇ પરમાર (૩૫), અજયભાઈ વિજયભાઈ લકુમ (૨૭), રાહુલ વિજયભાઈ લકુમ (૨૫) અને સામેના પક્ષના સંજયભાઈ જીવાભાઇ કાનાની (૩૫), અશોકભાઈ જીવાભાઇ કાનાની (૪૦) તથા રવિ જીવાભાઇ કાનાની (૩૦) રહે.તમામ કાવેરી સિરામિક પાસે ટીંબડી નજીક માળિયા હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી શોભનાબેન લકુમ તથા તેમના ભાઈ વિક્રમભાઈ પરમારને વધુ ઇજાઓ થઈ હોય બંનેને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત શોભનાબેનના પુત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે સામેવાળા પૈકી અશોકભાઇએ ચાંદીના ઘરેણા અડાણે મુકાવીને એક જગ્યાએથી રૂા.૨૦ હજાર લીધા હતા.જે ચાંદીના ઘરેણા છોડાવવા માટે તેમણે કહ્યું હતું.પરંતુ પૈસા ચૂકવ્યા ન હોય પૈસા આપનાર દ્રારા ઘરેણા પાછા ન આપવામાં આવે તેમ કહેવામાં આવતા આ ઝઘડો થયો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામે મારામારીમાં ઉપરોક્ત લોકોને ઈજા થઈ હોય મોરબી અને બે લોકોને રાજકોટ લઇ જવામાં આવ્યા હોય પોલીસ દ્વારા આ મામલે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
હળવદના ઇસનપુર ગામે મારામારી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ગામના બસ સ્ટેશન પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થતો હોય અને તેમાં છોડાવવા માટે વચ્ચે પડતા નાગરભાઈ કલાભાઈ પરમાર (૬૫) રહે.જુના ઇસનપુર તા.હળવદને ઇજાઓ થઈ હોય અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
બાઈક અકસ્માતમાં ઇજા
મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા પ્રદિપસિંહ કૃષ્ણસિંહ જાડેજા નામનો ૨૦ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન સ્લીપ થતા ઇજા પામ્યો હોય સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પાડા પુલ ઉપર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રીક્ષા લઈને જઈ રહેલા મગનભાઈ હરખાભાઈ દેલવાડીયા (૫૦) રહે.મહેન્દ્રનગરની રીક્ષાને કારના ચાલકે હડફેટે લેતા બનેલ અકસ્માત બનાવમાં ઇજા પામ્યા હોય મગનભાઈને સારવાર માટે ખસેડાયા હતા.
વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે ઢુવા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં રમેશભાઈ ગોરધનભાઈ બાવરવા રહે.ઉમા ટાઉનશીપ સામાકાઠે મોરબી-૨ ને ઇજા થઈ હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવા આવ્યા હતા.જ્યારે મોરબીના ચરાડવા ગામેથી આંદરણા ગામ બાજુ જતા વખતે રાજબાઈ માતાના મંદિર પાસે બાઈકની આડે અચાનક કોઈ જનાવર આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હતું જે બનાવમાં હારૂનભાઇ હબીબશા ફકીર (૪૨) રહે.મસ્જિદ પાસે વિરમગામ જી.અમદાવાદને ઇજા થઈ હોય સારવાર માટે અત્રેની હોસ્પિટલે ખસેડાયા હતા.