મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ


SHARE





મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ

મોરબી મનપાની ફાયર શાખા દ્વારા શહેરની ૦૪ સરકારી કચેરીમાં કુલ ૨૧૭ વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. તેમજ દરમિયાન ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરાયું હતું તેમજ આગ નિવારણ સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

ફાયર પ્રિવેન્શન અભિયાનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી ઈમારતોમાં તપાસ હાથ ધરાઈ હતી. અને ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી. અને અગાઉ અપાયેલી નોટિસના અનુસંધાને ૧૮૫ કોમ્પ્લેક્સ અને ૩૮ સમાજવાડીઓમાં ફાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અથવા કામગીરી પ્રગતિ હેઠળ છે. આ દરમ્યાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટેની એક અરજી આવી હતી જેને R.F.O. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.

આ ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કાર્યક્રમનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી અંગે માહિતગાર કરવો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવો અને કોઈપણ ઇમરજન્સી વખતે તાત્કાલિક અગ્નિશામક શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ અથવા મોટી આપદા ટાળી જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી છે. મોરબી જીલ્લામાં તાજેતરમાં ૦૨ રેસ્ક્યુ કોલ તથા ૦૩ આગ લાગવાના બનાવ નોંધાયા હતા, જેમાં ફાયર જવાનો દ્વારા ફાયર ફાઈટિંગની સફળતાપૂર્વક કામગીરી કરી હતી.




Latest News