વાંકાનેરના ચંદ્રપુર પાસે થયેલ ૨૭ લાખની લૂંટના આરોપી હજુ પોલીસ પકડથી દૂર !
વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન
SHARE
વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આવતી કાલે સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે જેમાં અગિયાર દુલ્હા-દુલ્હન નિકાહ ખ્વાની રસમ અદા કરશે.
હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ વાંકાનેર દ્વારા આયોજીત સુન્ની મુસ્લિમ સમાજ નાં છઠ્ઠા સમૂહ લગ્ન આવતી કાલે તા.26 ને રવિવારે યોજાશે, જેમાં અધ્યક્ષ-માર્ગદર્શક અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર એ.પીરઝાદા ખાસ ઉપસ્થિત રહેશે, સમૂહ લગ્ન માં કુરાન શરીફ સાથે 134 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓનાં સહયોગથી અર્પણ કરવામાં આવશે, સૈયદ મીરૂમીયા બાવા દરગાહ શરીફ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં સત્કાર સમારંભ સાંજે 4-30 કલાકે, સાંજે અસરની નમાઝ બાદ નિકાહ ખ્વાની અને સાંજે 7-00 કલાકે જમણવાર યોજાશે.