મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર હઝરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્નમાં દીકરીઓને ૧૪૦ વસ્તુઓ ભેટ આપાઈ


SHARE











વાંકાનેર હઝરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહલગ્નમાં દીકરીઓને ૧૪૦ વસ્તુઓ ભેટ આપાઈ

વાંકાનેર મીરૂમિયા બાવાની વાડીના પટાંગણમાં ગઇકાલે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગરના કુલ ૧૧ દુલ્હન અને દુલ્હાઓની નિકાહાખ્વાની પીર ખુરશીદ હૈદર પીરઝાદાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ હતી અને સૌ તમામ દુલ્હાઓને જુમ્મા મસ્જિદ મદીના મસ્જિદ કસ્બા મસ્જિદ એ.કે. મસ્જિદ મૌલ્વી મજીદ અને મસ્જિદના આલીમો નીકાહ પઢાવેલ હતી

આ તકે વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, કાદરી બાપુ ગફારભાઈ, મંત્રી ગફારભાઈ તરીયા, ઈકબાલભાઈ ચૌહાણ, યાસીનખાન પઠાણ, નસરુદ્દીનભાઈ આઝાદ સહિતના આયોજક તથા અગ્રણીઓમા હજરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપના અલ્તાફભાઈ ખલીફા, જુશબભાઈ ભટ્ટી, અશરફભાઈ ખલીફા, ફારૂકભાઇ ખલીફા, અસલમભાઈ પીલુડીયા, સોયબભાઈ ખલીફા, અબદુલભાઇ ભલારા, ઇનુસભાઈ બાદી, ફિરોજભાઈ મકરાણી, સદ્દામભાઈ કાજી, આરીફ સલોત, આરીફ ખલીફા, ગુલાબનબી ખલીફા, રજાકભાઈ તરીયા, જમાલભાઈ ખલીફા, કાસમ હાજી, પીરૂભાઈ મુસ્તાકભાઈ કાજી, પીન્ટુભાઇ જેસાણી, જીતેન્દ્ર ટીનાભાઇ ભલસોડ, હાજી અનવરભાઈ પરાસરા, ઈસ્માઈલભાઈ કડીવાર, ફુરકાન કુરેશી સહિતના તમામ યુવાનોએ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ છઠ્ઠા સમૂહલગ્નમાં દુલ્હનને આયોજકો દ્વારા દાતાઓના સહયોગથી કરિયાવરમાં ટીવી, ફ્રીજ, સહિત કુલ ૧૪૦ વસ્તુઓ અને એક ગ્રામ સોનાનો દોરો આપવામાં આવેલ છે

આ સમૂહ લગ્નમાં જુદા જુદા દાતાઓએ રકમ રોકડા પણ આપેલી હતી તો વાકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાએ સ્ટીલના વાસણોની ૪૩ જેટલી વસ્તુઓ, ઈરફાન પીરઝાદા તરફથી દુલા દુલ્હન ચાંદીના સિક્કા, ગુરુબંધુ ધર્મ ગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી સોનાની ચુકી તથા તેના મિત્ર જેન્તીભાઈ સોની તરફથી પણ સોનાની ભેટ આપવામાં આવી છે આ સમૂહ લગ્ન પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાએ  નિકાહ વિધિ બાદ ઈસ્લામી તરીકા મુજબ દુઆ ગુજારી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદાના યુવાન પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા તથા તેઓના ભાણેજનું પણ સન્માન કરાયું હતું વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ડિરેક્ટર મહંમદભાઈ રાઠોડએ શાહબાવાની તકતીઓ પરણિતાઓને ભેટ આપી હતી






Latest News