મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીઆઈની બદલી, નવા 6 મુકાયા


SHARE











મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીઆઇની બદલી, નવા 6 મુકાયા

રાજ્ય પોલીસ વિભાગમાં આજે પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીનો ઘણવો કાઢવામાં આવેલ છે અને તેમાં મોરબી જિલ્લાના 12 પીઆઇનો પણ સમાવેશ થાય છે. જો કે, નવા 6 પીઆઇ મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાંથી જે પીઆઇ ની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેરના પીઆઈ હુકુમતસિંહ જાડેજાની કચ્છ પૂર્વ, બી ડિવિઝનના પીઆઇ નયન વસાવાની ભરૂચ, ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયાની સુરત અને પીઆઈ વી.પી. ગોલની અમરેલી, એસઓજીના પીઆઈ એન.આર. મકવાણાની અમદાવાદ, એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાની વડોદરા, એલઆઈબીના પીઆઈ માથુકીયાની સાબરકાંઠા અને મહિલા પીઆઈ પી.એચ. લગધીરાકાની બનાસકાંઠા, પીઆઇ ડી.વી કાનાણીની વલસાડ, પીઆઇ પી.આર.સોનારાની સીઆઈડી ક્રાઇમ, વી.એન પરમારની સીઆઈડી ક્રાઈમમાં, એન.એમ.ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે બદલી આપવામાં આવી છે. જ્યારે હાલમાં કરાયેલ બદલીમાં પીઆઈ જે.ડી. ઝાલા, અને.એસ.ઘેટિયા, જે.એસ ગામીત, વી.એસ. સિંધવ, એસ.પી. જાડેજા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાને મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે.






Latest News