મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક અસ્વસ્થ દીકરીને હવસખોર શખ્સે હવસનો શિકાર બનાવી હતી. અને તેણીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી માનસિક અસ્વસ્થ હોય તે બાબતનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સ દ્વારા તેનું ટીંબડી નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સંજય મનુભાઈ સુરેલા રહે. ટિંબડી વાળાની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબી  તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટિમ દ્વારા આરોપી સંજય મનજીભાઇ સુરેલા (32) રહે. હાલમાં રાજ હોટલ પાસે ટિંબડી નજીક મૂળ રહે જીંજુડા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં રાજકોટ ખસેડાયા

મોરબીના ચાંચાપરથી ખાનપરના રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઈક અને રીક્ષા અથડામણ થતા સર્જાયેલ અકસ્માત બનાવમાં મગન રમેશભાઈ પચાયા (૧૪), રાહુલ બહાદુરભાઈ (૦૮) અને કિશન વિનોદભાઇ ભુરીયા (૧૩) રહે.ત્રણેય ચાંચાપર તા.જી.મોરબીને ઈજા થઈ હોય અત્રે સીવીલે સારવાર માટે લાવ્યા હતા અને અત્રે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.તેમજ હળવદના કવડિયા ગામે રહેતા નિરૂબેન મનુભાઈ ખડીયા નામના ૫૩ વર્ષીય મહિલા બસ સ્ટેશન પાસેથી પગપાળા ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા ઈજા પામ્યા હોય અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મકનસર મારામારી
મોરબીના મકનસર ગામના ઝાંપા પાસે થયેલ મારામારીના બનાવમાં વિષ્ણુ અશોકભાઈ વરાણીયા ૧૯ નામના યુવાનને ઇજા પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા હરિભાઈ ધર્મેશભાઈ પાટડીયા (૨૨) રહે.મકનસર ને મોઢાના ભાગે ઇજા થઈ હોય તેને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રફાળેશ્વર ગામ પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બનતા વિજયભાઇ માધાભાઈ સીતાપરા (૩૦) રહે.રફાળેશ્વર તા.મોરબીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News