મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !


SHARE













મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !

મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં મોરબીમાં રહેતા યુવાનને ખોટું નામ ધારણ કરીને તેમજ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને વિશ્વાસમાં લેવામાં આવેલ હતો અને જમીનનો સોદો કરવાના નામે તેની પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી તે યુવાનની સાથે વિશ્વાસઘા અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને જમીનના દલાલો સહિત કુલ 6 શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે પૈકીના પાંચ આરોપીઓને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં મોમાઈ કેન્ડીની બાજુમાં રહેતા જીગરભાઈ રજાકભાઈ ડોસાણી (42)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દયારામભાઈ પુંજાભાઈ ડાભી (61) રહે. ભક્તિનગર સર્કલ પાસે રાતડીયાની વાડી મોરબી, મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા (42) રહે. કૈલાશ પાર્ક સોસાયટી કંડલા બાયપાસ રોડ મોરબી, અલતાફભાઈ વલીભાઈ કોરડીયા (43) રહે. કરાચી કોલોની બીવી પરખાણી સ્કૂલ સામે હળવદ, બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા (68) રહે. સોલડી, કાંતિભાઈ છગનભાઈ કાવર (52) રહે, બેસાબગઢ પટેલ વાસ તાલુકો ધાંગધ્રા અને કાળુભાઈ લખમણભાઇ ગોલતર રહે. બેસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અલ્તાફભાઈએ બળદેવભાઈ અને કાંતિભાઈ સાથે મળીને વજેપર ગામે સર્વે નંબર 318 પૈકી 1 ની ખાતેદાર રામજીભાઈ કાળાભાઈ દલવાડીના નામની જમીન ગાઈ કરવાના ઈરાદાથી બળદેવભાઈએ પોતાનું નામ રામજીભાઈ કાળાભાઈ દલવાડી તરીકેનું ધારણ કર્યું હતું અને ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું અને ફરિયાદીને જમીનના સોદા માટે દયારામભાઈ અને મુકેશભાઈએ સાથે મળીને જમીનના સોદા પેટે ફરિયાદી પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લીધા હતા અને આરોપીએ ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજ ઊભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને 6 પૈકીના 5 આરોપીઓને ઝડપી લીધા છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવી ચાલી ગઈ છે






Latest News