મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ


SHARE







મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા તેમાંથી પાછા ખેંચવા માટેનો ગઇકાલે છેલ્લો દિવસ હતો ત્યાર બાદ જુદીજુદી બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ વિજેતા બનેલ છે જેમાં મોરબી તાલુકા પંચાયતની એક બેઠક તેમજ વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયેલ છે જયારે વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ વિજેતર બનેલ છે.

મોરબી તાલુકા પંચાયતની જાંબુડીયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ગઇકાલે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર સંદિપભા ભુપતભા ગઢવી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આવી જ રીતે વાંકાનેર પાલિકાના વોર્ડ નં. 6 માં ભાજપના ઉમેદવાર ચેતનભાઈ કુણપરા બિનહરીફ વિજેતા બન્યા છે. આમ જીલ્લામાં 250 જેટલી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો ઉપર ચૂંટણી યોજાઇ રહી છે તેમાં જુદીજુદી બે બેઠક ઉપર ભાજપના ઉમેદવારોએ બિનહરીફ વિજેતા બનીને જીતના શ્રી ગણેશ કર્યા છે જેથી મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવી, જીતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને મંત્રીએ જણાવ્યું હતું કે, આ બિનહરીફ વિજયએ લોકોનો ભાજપની વિચારધારા અને વિકાસના કાર્યોમાં અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજયનો સંકેત મળી ગયો છે.

તો સામાપક્ષે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાંથી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પાછા ખેંચવામાં આવેલ છે જેથી મતદાન થાય તે પહેલા જ આ પાલિકામાં કોંગ્રેસે 4 અને ભાજપે 1 બેઠક બિનહરીફ મેળવી લીધેલ છે. જેની માહિતી આપતા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે, ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ પાંચ ઉમેદવારો બિનહરીફ થયા છે જેમાં વોર્ડ નં. 4 માં કોંગ્રેસની આખી પેનલ જેમાં અફસાનાબેન પીપરવાડીયા, એકતાબેન ઝાલા, મહંમદભાઇ રાઠોડ અને અશરફભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે જયારે વોર્ડ નં. 6 માં ભાજપના ચેતનભાઈ કુણપરા એક બેઠક ઉપર બિનહરીફ વિજેતા બન્યા છે. ઉલેખનીય છે કે, પાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 5 બિનહરીફ થઈ ગયેલ છે જેથી કરીને હવે 23 બેઠકો પર ચૂંટણી યોજાશે અને પાલિકાની 23 બેઠકો ઉપર હાલમાં કુલ મળીને 51 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.






Latest News