મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે


SHARE





મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના આસ્થા કેન્દ્ર એવા કુળદેવી ભગવતી માઁ બહુચરાજી માતાજીના નૂતન, દિવ્ય અને ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર કાર્ય અંતર્ગત મંદિરના પ્રથમ શીલાસ્થાપનવિધિનો શુભ આરંભ આગામી તા 24 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8:00 વાગ્યાથી કરવામાં આવશે.

આ તકે નારણકા સહિત બગથળા, હડમતીયા, થોરાળા, ચમનપર, માનસર, મહેન્દ્રનગર, સુરેન્દ્રનગર તથા મહેન્દ્રગઢ (ફગશિયા) સહિત વિવિધ વિસ્તારોમાં વસતા મેરજા પરિવારના સભ્યો તેમજ રોજગાર કે નોકરીના કારણે અન્યત્ર વસવાટ કરતા સમાજજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે, અને વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને વ્યવસ્થાપક સમિતિ દ્વારા સર્વે લોકોને યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં જોડાવા માટે આહવાન કર્યું છે.




Latest News