મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન


SHARE











મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં સ્વ. શાંતાબેન મોહનભાઈ બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે વરિયા વિદ્યોત્તેજક મંડળ, બરાસરા પરિવાર અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં 152 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ સેવાકાર્યમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના લોકો ઉપરાંત અન્ય રક્તદાતાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કુલ 152 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સદ્ગતને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાતી હોય છે, ત્યારે આ એકત્ર થયેલું રક્ત ગરીબ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવશે. સંસ્થા દ્વારા જરૂરિયાતના સમયે રક્તદાન કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ કેમ્પમાં 52 મી વખત રક્તદાન કર્યું હતું.






Latest News