વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન

મોરબીમાં સ્વ. શાંતાબેન મોહનભાઈ બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે વરિયા વિદ્યોત્તેજક મંડળ, બરાસરા પરિવાર અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં 152 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ સેવાકાર્યમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના લોકો ઉપરાંત અન્ય રક્તદાતાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કુલ 152 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને સદ્ગતને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સિવિલ હોસ્પિટલમાં રક્તની ખૂબ અછત વર્તાતી હોય છે, ત્યારે આ એકત્ર થયેલું રક્ત ગરીબ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવશે. સંસ્થા દ્વારા જરૂરિયાતના સમયે રક્તદાન કેમ્પ યોજીને માનવતાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ કેમ્પમાં 52 મી વખત રક્તદાન કર્યું હતું.






Latest News