વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ


SHARE







મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ

મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હાલમાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નં. 9 ના ભાજપના ઉમેદવારો દ્વારા મત વિસ્તારમાં વ્યાપક લોકસંપર્ક કરવામાં આવી રહ્યું છે. દમમ્યાન જુદાજુદા સોસાયટી વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા ઉમેદવારોને મીઠો આવકાર આપીને આગામી ચુંટણીમાં વિજય ભવ.. ના આશીર્વાદ પણ આપવામાં આવી રહ્યા છે

વોર્ડ નં 9 ના ભાજપના ઉમેદવારો ભગવતીબેન મહેશભાઇ (મુકેશભાઈ) કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા તથા નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા દ્વારા જલારામ સોસાયટીથી ડોર ટુ ડોર પ્રચારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ગણેશનગર સહિતના વિસ્તારમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે ઉમેદવારોની સાથે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.

હાલમાં ભાજપના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક યાત્રા દરમિયાન કૈલાશ સોસાયટી (શનાળા રોડ), આરાધના સોસાયટી, અંકુર સોસાયટી, અનુપમ સોસાયટી, આર્યનગર, અરિહંત સોસાયટી, વિજયનગર (નરસંગ મંદિર પાસે), રામવિજયનગર 1-2-3, અમિત પાર્ક અને નીલકંઠ પાર્ક જેવા વિસ્તારોમાં ઉમેદવારોએ ઘરઘર જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

આ જનસંપર્ક દરમ્યાન મતદાતાઓએ પણ ભાજપના ઉમેદવારોને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને ભાજપને સમર્થન આપવાનો વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો. લોકસંપર્ક અભિયાનમાં કાર્યકર્તાઓએ ભારત માતાની જયઅને વંદે માતરમ્જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું હતું. આ રીતે વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ લોકસંપર્ક અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે






Latest News