માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડા માટે મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં ભાડા માટે મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં મકાન ભાડાના પૈસા ન હોય ભાડૂઆતે પોતાની પત્ની અને સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ માટે મકાન મલીકને સંમતિ આપી હતી જેથી મકાન માલિકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવની ભોગ બનેલ મહિલાની માતાએ ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે ભાડુંઆત અને મકાન માલિકની ધરપકડ કરીને તેને પહેલા જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં એ ડિવિઝન પોલીસની ટીમે આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી શહેરમાં ભાડે રહેતા ભાડુંઆત ઉપર ભાડું ચડી ગયું હતું અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને ભાડુંઆતે ભાડાના પૈસાના બદલામાં તેની પત્ની સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન મલીકને સંમતિ આપી હતી અને ત્યાર બાદ મકાન માલિકે ભાડુંઆતની સગીર વયની દીકરી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતુ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના જમાઈ અને મકાન માલિક સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે અગાઉ મહિલાના પતિ તેમજ મકાન માલિકની ધરપકડ કરી હતી અને બંનેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા.

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, માતા અને સગીર દીકરી સાથે દુષ્કર્મનો આ બનાવ 6 મહિના પહેલા બનેલ છે અને ભોગ બનેલ મહિલાની માતાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને પહેલા બે આરોપીને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાલમાં ત્રીજા આરોપી હનીફ ઈસાકભાઈ ખોડ (38) રહે. ગેટ સ્ટેશન સામે માંધાતા ચોક રામનગર સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સાપ કરડી ગયો

ચરાડવા નજીક વાડી વિસ્તારમાં રહેતા મગનભાઈ બારીયાના 14 વર્ષના દીકરા સુરેશને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને ચરાડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

વાંકાનેરના ભેરડા ગામે રહેતા કોમલબેન કાનાભાઈ રંગપરા (20) નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતે પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો પાંચ માસનો છે અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જોકે તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલુ છે.




Latest News