મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE









મોરબીમાં ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હત અને કહ્યું હતું કે, એક અજાણ્યા વૃદ્ધા મળી આવેલ છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે જેથી અભયમની ટિમ ત્યાં દોડી ગઇ હતી અને કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તથા પાયલોટ રબારી વીરમભાઈએ વૃદ્ધને સાંત્વના આપી હતી અને તેની પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, તેઓ ઘર ભૂલી ગયા હતા

જેથી વૃદ્ધા પાસેથી વધુ માહિતી મેળવતા પ્રયાસ કરતાં તેઓ વધુ ઉંમર હોવાના કારણે તેઓ સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા ત્યારબાદ ટીમ દ્વારા સતત પ્રયત્નો બાદ અંતે તેમના પરિવારનો સંપર્ક થતાં વૃદ્ધ મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવેલ છે ત્યારબાદ તેમના પરિવારનું કાઉન્સલિંગ કર્યું હતું ત્યારે પરિવારજનોએ જણાવ્યુ હતું કે, માજી વારંવાર ભૂલી જતા હોય છે અને ઘરેથી અચાનક નીકળી જાય છે તેઓને પરિવારના લોકો આજુબાજુના વિસ્તારમાં શોધતા હતા. પરંતુ તેઓ મળી આવેલ ન હતા. આમ 181 અભયમની ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.




Latest News