ભૂતકાળનું પુનરાવર્તન !?: મોરબી મનપા સંચાલિત નંદીઘરમા 8 જેટલા ખૂંટીયાના મોતથી અરેરાટી
મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ
SHARE
મોરબીની માધાપરવાડી કન્યા શાળા ખાતે ગ્રામ્ય વસ્તીગણતરી માટેના ગણતરીદારોની તાલીમ અપાઈ
ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આગામી પહેલી જૂનથી ઘરયાદી, કુટુંબયાદી તૈયાર કરવા માટે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે ત્યારે તાલુકા મામલતદાર અને ચાર્જ અધિકારી સી.આર.નિમાવત અને નાયબ મામલતદાર સાગરભાઈ ત્રાંબડીયા,વસ્તી ગણતરી નોડલ અંશભાઈ તેમજ હાર્દિકભાઈ ડાભી વગેરેના માર્ગદર્શનથી ગણતરીદારોની તાલીમ હાલમાં ચાલી રહી છે,
ભારતમાં જનગણનાની શરૂઆત ઈ.સ.1872 થી કરવામાં આવેલ હોય દેશની 16 મી જનગણના અને સ્વતંત્રતા પછીની 8 મી જનગણના છે, ભારતીય જનગણનાનો ઇતિહાસ 150 વર્ષ જૂનો છે. વસ્તી ગણતરીથી લોકોની આવાસની સુવિધાઓ અને સંપત્તિ, વસ્તી વિષયક, ધર્મ જાતિ, (SC) અને અનુસૂચિત જાતિ(ST), ભાષા સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ, સ્થળાંતર અને પ્રજજન્નતા જેવા વિવિધ પરિમાણો અંગેનો સુક્ષમ સ્તરનો ડેટા એકત્ર કરવામાં આવશે, એકત્રિત કરવામાં આવતો ડેટા અત્યંત મહત્વપૂર્ણ છે, કરણ કે તે રાષ્ટ્રના આયોજન અને વિકાસ માટે ડેટાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
આ જનગણના અનોખી અને નોંધ પાત્ર છે, કારણ કે ભારતમાં પ્રથમ વખત એવી જનગણના થશે જેમાં ડેટા ડિજિટલ સાધનો, માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવશે ગણતરીદારો પોતાના સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કુટુંબોની માહિતી એકત્ર કરશે, આ ઉપરાંત કુટુંબોને નિર્ધારિત વેબ પોર્ટલ https://se.census.gov.in મારફતે સ્વ-ગણતરી કરી પોતાના ઘર પરિવારની માંહિતી ભરી SELF-Enumeration કરી શકશે, એકવાર કુટુંબ સફળતા પૂર્વક તેમની માહિતી ઉપરોક્ત વેબ પોર્ટલમાં સબમીટ કરે પછી એક વિશિષ્ટ સ્વ-ગણતરી આઈ.ડી.(SE ID) જનરેટ થશે.
જે એસ.એમ.એસ. અને સ્વ ગણતરી દારે જે ઇમેઇલ આપ્યું હશે એમાં મોકલવામાં આવશે અને જ્યારે ગણતરીદાર કુટુંબની મુલાકાત લેવા આવે ત્યારે આઈ.ડી. પ્રદાન કરવાનું રહેશે જેના આધારે ગણતરી દાર સ્વ-ગણતરીની ચકાસણી કરશે, મોરબી જિલ્લામાં ભારતની જનગણના-2027 ની જનગણના માટેની પ્રથમ બેચની સઘન તાલીમ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ખાતે હાલમાં ચાલુ છે, તાલીમ પ્રાપ્ત કર્યા બાદ ગણતરીદાર પહેલી જૂનથી ત્રણ જૂન સુધી પોતાને ફાળવેલ બ્લોકમાં ફરી,દરેક મકાન દરેક વસ્તી ગણતરી ઘરના નંબર આપશે,નંબર આપ્યા બાદ બ્લોકની સ્થળ, સ્થિતિ દર્શાવતો નકશો દોરશે,નકશો દોર્યા બાદ ત્રીસ જૂન સુધી ઘરે ઘરે ફરી પ્રથમ તબક્કામાં કુટુંબ, રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની ઘરયાદી માટેની માહિતી એકત્ર કરશે
ત્યારબાદ ફેબ્રુઆરી -2027 માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યકિતગત માહિતી એકત્ર કરશે, આ બધી પ્રક્રિયા કેવી રીતે કરવી? એ બાબતની સઘન તાલીમ દિનેશભાઈ વડસોલા પ્રિન્સિપાલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા, વિજયભાઈ દલસાણીયા શ્રેષ્ઠ શિક્ષક, સંજયભાઈ બાપોદરિયા શિક્ષક અને લેખક તેમજ સંદીપભાઈ આદ્રોજા વગેરે ફિલ્ડ ટ્રેનર દ્વારા ગણતરીદારોને સઘન તાલીમ વિશેષ આયોજન અને સુંદર મજાના વ્યવસ્થાપન સાથે આપવામાં આવી રહી છે.