વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ


SHARE











મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ
 
મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવેલ છે કે, મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં પાસા કરવાના કેસો ધણા થાય છે.પરંતુ પોલીસ અધિકારી પાસાની દરખાસ્ત તૈયાર કરે ત્યારે આ દરખાસ્ત જીલ્લા કલેકટરની પાસે જાય છે અને જીલ્લા કલેકટર પાસે કામગીરીનું ભારણ વધારે હોય સમયસર પાસાની દરખાસ્ત મંજુર થવામાં વિલંબ થાય છે. ત્યાર સુધીમાં ગુનેગાર ફરી ગુના કરી બેસે છે.આથી જો આ સતા જીલ્લા પોલીસ વડા (એસ.પી.) ને આપવામાં આવે તો સમયસર પાસા કાર્યવાહી થઈ શકે અને પાસાના કેસનો ઝડપી નિકાલ આવે તેમજ નવા ગુના બનતા અટકી જાય તેમજ જીલ્લા કલેકટરના કામના ભારણમાં ઘટાડો થતા તેઓ પણ જીલ્લાની અન્ય મહત્વની કામગીરીમાં ધ્યાન આપી શકશે.અને જેતે અરજદારોના પ્રશ્ન વહેલી તકે નિકાલ થાય તો આ બાબતે વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈ પાસાની સતા જીલ્લા પોલીસ વડાને આપવામાં આવે તેવી માંગ કરેલ છે.
 
તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા જણાવેલ છેકે, પોલીસ ખાતાના કર્મચારીના મોનોગ્રામ જીલ્લા વાઇઝ અલગ રાખવા જોઇએ.અગાઉ પોલીસના મોનોગ્રામ જીલ્લા વાઈઝ અલગ હતા.હાલમાં આ મોનોગ્રામ બંધ કરીને જી.પી.(ગુજરાત પોલીસ) એવા મોનોગ્રામ કરવામાં આવેલ છે.જે યોગ્ય નથી કારણ કે કોઈપણ પોલીસ સ્ટાફ તપાસમાં આવે કે હાઇવે ચેકીંગ કરે કે કોઈપણ વિસ્તારમાં પેટ્રોલીંગ કરે ત્યારે પ્રજાને જાણ નથી થતી કે આ કયાડની પોલીસ છે ? ભુતકાળમાં જીલ્લા વાઈઝના મોનોગ્રામ હતા. જેમ કે રાજકોટ પોલીસ, રાજકોટ સીટી, રાજકોટ રૂરલ કે ભાવનગર જીલ્લા વાઈઝ મોનોગ્રામ આપવામાં આવતા હતા.હાલમાં દરેક પોલીસના સોલ્ડરમાં જી.પી. લખેલ મોનોગ્રામ આપવામાં આવેલ છે.જેમા ફેરફાર કરવો અતયંત જરૂરી છે. જેથી પ્રજાને સરળતા રહે તે હેતુથી ફરી જીલ્લા વાઈઝ મોનોગ્રાફ રાખવા પી.પી.જોષીએ વિનંતી કરેલ છે.





Latest News