મોરબી : પાસા કરવાની સતા જીલ્લા એસ.પી.ને આપવા તેમજ જીલ્લા વાઇઝ પોલીસ મોનોગ્રામ અલગ કરવા માંગ
મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત
મોરબી જિલ્લામાં આવકના દાખલા મેળવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધક્કા ખાવા પડતા હોય છે જેથી અગાઉ જે રીતે તલાટી મંત્રીઓ તથા અન્ય અધિકારીઓ મારફતે આવકના દાખલા નીકળતા હતા અને ઝડપથી લોકોના કામ થતા હતા તેવી જ વ્યવસ્થા પુનઃ પ્રસ્થાપિત કરવા માટે થઈને મોરબી તાલુકાના મકનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હાલમાં કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે
આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને આવકના દાખલા સહિતના દાખલાઓ મેળવવા માટે થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે કારણ કે શહેરી વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે ટીડીઓને આવકના દાખલા માટે અધિકૃત કરવામાં આવેલ છે જોકે, અગાઉ તાલુકા સ્તરે તલાટી કમ મંત્રી તથા અન્ય અધિકારીઓ આવકના દાખલા આપી શકતા હતા જેથી વિદ્યાર્થીઓને ઝડપથી આવકના દાખલા મળી જતા હતા અને તેઓને સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા ન હતા. પરંતુ હાલમાં તાલુકા માટે ટીડીઓ તથા શહેરી વિસ્તાર માટે મામલતદારને જ અધિકૃત કરવામાં આવેલ છે જેથી લોકો હેરાન થાય છે ત્યારે મોરબીના મકનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી, ઠોરીયા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ હાલમાં આવકના દાખલાની કામગીરી માટે થઈને સતત ભારણ વધી રહ્યું છે ત્યારે જો અગાઉની જેમ તલાટી કમ મંત્રી અને અન્ય અધિકારીને આવકના દાખલા માટે અધિકૃત કરવામાં આવે તો તે ભારણ ઘટાડી શકાય તેમ છે, લોકોને કારણ વિનાના ધક્કામાંથી મુક્તિ મળી શકે તેમ છે અને કામ ઝડપથી થઈ શકે તેમ છે જેથી કરીને અગાઉ જે રીતે આવકના દાખલા સરળતાથી લોકોને મળતા હતા તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.