વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં આવકના દાખલા માટે વિદ્યાર્થીઓને થતાં ધક્કા નિવારવા કલેક્ટરને રજૂઆત

મોરબી જિલ્લામાં આવકના દાખલા મેળવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધક્કા ખાવા પડતા હોય છે જેથી અગાઉ જે રીતે તલાટી મંત્રીઓ તથા અન્ય અધિકારીઓ મારફતે આવકના દાખલા નીકળતા હતા અને ઝડપથી લોકોના કામ થતા હતા તેવી જ વ્યવસ્થા પુનઃ પ્રસ્થાપિત કરવા માટે થઈને મોરબી તાલુકાના મકનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હાલમાં કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે

આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને આવકના દાખલા સહિતના દાખલાઓ મેળવવા માટે થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે કારણ કે શહેરી વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે ટીડીઓને આવકના દાખલા માટે અધિકૃત કરવામાં આવેલ છે જોકે, અગાઉ તાલુકા સ્તરે તલાટી કમ મંત્રી તથા અન્ય અધિકારીઓ આવકના દાખલા આપી શકતા હતા જેથી વિદ્યાર્થીઓને ઝડપથી આવકના દાખલા મળી જતા હતા અને તેઓને સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા ન હતા. પરંતુ હાલમાં તાલુકા માટે ટીડીઓ તથા શહેરી વિસ્તાર માટે મામલતદારને અધિકૃત કરવામાં આવેલ છે જેથી લોકો હેરાન થાય છે ત્યારે મોરબીના મકનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી, ઠોરીયા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીહાલમાં આવકના દાખલાની કામગીરી માટે થઈને સતત ભારણ વધી રહ્યું છે ત્યારે જો અગાઉની જેમ તલાટી કમ મંત્રી અને અન્ય અધિકારીને આવકના દાખલા માટે અધિકૃત કરવામાં આવે તો તે ભારણ ઘટાડી શકાય તેમ છે, લોકોને કારણ વિનાના ધક્કામાંથી મુક્તિ મળી શકે તેમ છે અને કામ ઝડપથી થઈ શકે તેમ છે જેથી કરીને અગાઉ જે રીતે આવકના દાખલા સરળતાથી લોકોને મળતા હતા તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News