મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 2448 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ: 5.88 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબી નજીકથી 2448 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ: 5.88 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવીરાજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી માલ વાહક રીક્ષાને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડનો દારૂની 2448 બોટલ મળી આવી હતી જેથી 2.83 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો તથા મોબાઈલ અને વાહન મળીને 5.88 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય 3 શખ્સની સામે ગુનો નોંધીને પોલિસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા બાજુથી મોરબી તરફ માલવાહક પરીક્ષાની અંદર દારૂઓ જથ્થો લઈને આવે છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલ રવિરાજ ચોકડી પાસે એલસીબીની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી લીલા કલરની બજાજ મેક્સી રીક્ષા નંબર જીજે 3 બીએક્સ 3237 ને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને ત્યારબાદ તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 2448 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,83,200 ની કિંમતનો દારૂનો જથ્થો તથા વાહન અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 5,88,200 નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સમીરશા ઉર્ફે ટીનો યાકુબશા શાહમદાર રહે. મકરાણીવાસ જેલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અવેશભાઈ પીલુડિયા રહે. વીસીપરા મોરબી અને સલીમભાઈ કટિયા રહે. મચ્છીપીઠ મોરબી વળાના નામે સામે આવેલ છે જેથી 3 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.




Latest News