અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી શહેરના વિવિધ પેન્શન-સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE







મોરબી શહેરના વિવિધ પેન્શન-સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવી ફરજિયાત

સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય), નિરાધાર વૃદ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. મામલતદાર કચેરી મોરબી શહેર દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, તમામ સંબંધિત લાભાર્થીઓએ આગામી તારીખ સુધીમાં આ ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયા અચૂક પૂર્ણ કરવાની રહેશે.

દર વર્ષે પેન્શન ધારકોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. ચાલુ વર્ષે સરકારની સૂચના મુજબ આ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication - ચહેરો વેરિફાય કરીને) પદ્ધતિથી કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાની જાતે જ ગૂગલ પ્લે-સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરી શકશે. જે લાભાર્થીઓ કચેરી ખાતે રૂબરૂ આવીને ખરાઈ કરાવવા ઈચ્છતા હોય, તેમણે એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ ખાતે આવેલી મામલતદાર કચેરી-મોરબી શહેરની સહાય શાખાનો સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ ઓળખ માટે લાભાર્થીઓએ પોતાનું અસલ આધારકાર્ડ તેમજ ઓટીપી (OTP) વેરિફિકેશન મેળવવા માટે પોતાનો ચાલુ મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. જે લાભાર્થીઓ હયાતીની ખરાઈ નહીં કરાવે, તેમનું પેન્શન નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી, મોરબી વહીવટી તંત્ર દ્વારા શહેર વિસ્તારના તમામ સહાય મેળવતા નાગરિકોને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવા મામલતદારશ્રી પી.જી. ગોરવિયાળાની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતો કે પૂછપરછ માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.






Latest News