ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 2 મહિલા સહિત કુલ 14 લોકો પકડાયા મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત મોરબી જિલ્લામાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા-જીતુભાઈ સોમાણીએ રાઇડ્સની મજા માણી વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની યુવતી સાથે સ્નેપચેટથી સંપર્કમાં આવીને અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE





મોરબીની યુવતી સાથે સ્નેપચેટથી સંપર્કમાં આવીને અપહરણ કરીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીનો સ્નેપચેટ એપ્લીકેશનથી સંપર્ક કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ તે યુવતીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું આટલું જ નહીં યુવતીને આરોપી તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધીને ન્યુડ ફોટા પાડી લીધા હતા અને યુવતીને તું હવે મારા ઘરેથી કયાંય જઈશ તો ફોટો વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ, દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતી યુવતીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોહીલખાન ફીરોજખાન પઠાણ રહે. રાજકોટ વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપીએ સ્નેપચેટ એપ્લીકેશનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ફરીયાદીને મળવા માટે તે મોરબીમાં અવાર-નવાર આવેલ હતો તેમજ સારી સારી વાતો કરીને ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ પાસેથી ગત તા. 10/5 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદીનું આરોપીએ અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ યુવતીને તે પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યા ફરિયાદીની સાથે બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા અને તું હવે મારા ઘરેથી કયાંય જઈશ તો હું તારા ફોટા વાઇરલ કરી દઇશ તેમજ આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જીવતી નહી છોડુ તારુ ગળુ દબાવીને મારી નાખીશ તેમ ધમકી આપી હતી અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી હતી જેથી યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને અપહરણ, દુષ્કર્મ, એટ્રોસીટીની કલમ હેઠળ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી સોહીલખાન ફીરોજખાન પઠાણ (19) રહે. જંગ્લેશ્વર તવકલ ચોકશેરી નં. 28 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News