અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડ પાસે આવેલ ગ્રાઉન્ડમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે.

આ કથાનો પ્રારંભ ૧૮ મેથી કરવામાં આવ્યો હતો અને ૨૪ મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કથા યથાવત રહેશે. કથા દરમિયાન ભજન, સંકીર્તન, ધાર્મિક પ્રસંગો અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શિવધુન મંડળ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક અને સામાજિક સત્કાર્યો સાથે જોડાયેલ છે અને સમાજમાં સેવા કાર્યો માટે પણ જાણીતા છે. અને આયોજકોએ તમામ ભાવિકોને શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારી કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.






Latest News