મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE









મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપરમીલની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મારુતિ પોલીફેક કારખાના સામે તીર્થક પેપર મીલની લેબર કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ અમરસિંગ રાવત (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના લેબર કોલોનીના કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અરવિંદભાઈ અમરસિંગ રાવત (19) રહે. હાલ લીલાપર રોડ મારુતિ પોલીટેક કારખાના સામે તીર્થક પેપરની લેબર કોલોની મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગનીભાઈ સલીમભાઈ માણેક (28) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ધનસુખભાઈ માધવજીભાઈ કણજારીયા (21) નામનો યુવાન એક્ટિવ વાળીને જતો હતો ત્યારે બાઈક વાળાએ એક્ટિવાને હડફેટે લીધું હતુ જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News