મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ


SHARE







મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
મુળ માળીયા (મીં)ના કુંભારીયા ગામના અને હાલ મોરબીના પીપળી ગામે રહેતા માવજીભાઈ મનજીભાઈ પરમારએ તાલુકા પોલીસમાં જાહેર કયુર્ં હતું કે તેઓની પુત્રી શિતલબેન માવજીભાઈ પરમાર (21) રહે. હાલ પીપળી ગત તા.19-5ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. ઘરમેળે શોધખોળ કરવા છતા શિતલબેન પરમારનો પત્તો ન લાગતા હાલ પોલીસને જાણ કરાયેલ હોય તાલુકા પોલીસ મથકના નંદરામભાઈ મેસવાણીયાએ યુવતીની શોધખોળ હાથ ધરેલ છે.

યુવતી સારવારમાં
 મોરબીના ગુંગણ ગામે રહેતા પરીવારની કૃપાબેન ખોડાભાઈ દેગામા નામની 16 વર્ષની યુવતી કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે હળવદ રોડ ઉંચી માંડલ પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા રમેશભાઈ અમરશીભાઈ વરસડા (47) રહે. તીરૂપતી સોસાયટી આલાપ રોડને ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ જાંબુડીયા ગામે રહેતા મુન્નાભાઈ વેલજીભાઈ દલસાણીયા (30)ને મારામારીમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા
 જેતપર રોડ પાવડીયારી નજીકના પેન્ટાગોન સિરામીક નજીક રહીને મજુરીકામ કરતા સંજય મુન્નાભાઈ ઠાકોર (27)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો. જયારે ઘુંટુ ગામે પંચવટી વિસ્તારમાં રહેતા ગૌરીબેન અમૃતભાઈ મોર્ય (67) નામના વૃધ્ધાને પુત્રવધુ ભાવનાબેન સોરીયાએ માર મારતા સારવાર માટે ઓમ ઓર્થોપેટીક હોસ્પિટલે લવાયા હતા. સારવાર બાદ તાલુકા પોલીસને જાણ કરાતા સ્ટાફના નંદરામ મેસવાણીયાએ તપાસ કરી હતી.

યુવાન સારવારમાં
 સામાકાંઠે સો ઓરડીમાં રહેતા શહેઝાદ યાકુબભાઈ પલેજા (22)ને સવારે ઘરે મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો જયારે વીસીપરા પ્રજાપત સોસાયટી કુંભારવાડા પાસે રહેતો અજય ભુપતભાઈ અગેચાણીયા (31) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન ટ્રેકટર સાથે અથડાતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ વીસીપરામાં જ રહેતા ઈકબાલ અવેશભાઈ સંઘવાણી (35)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.

વાહન અકસ્માત
 સામાકાંઠે નટરાજ ફાટક પાસે મોડી રાત્રીના ઈકો કારના ચાલકે હડફેટે લેતા શંકરભાઈ છગનભાઈ દેવીપુજક (50) રહે. પાડાપુલ નીચે નદીના પટમાંને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. રોહીદાસ પરામાં રહેતા જયેશ રવજીભાઈ ચૌહાણ (22)ને તેના કાકાએ પૈસા માંગતા ના પાડતા માથામાં ધોકો માર્યો હોય જયેશને સિવિલે સારવાર માટે લવાયો હતો.

 સુરેન્દ્રનગરના કટુડા ગામનો કુલદીપ ભગવાનજીભાઈ પથેરીયા (45) બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેરના લીંબાળા નજીક બાઈક સ્લીપ થતા ઈજા પામેલ હોય સારવાર માટે મોરબી લવાયો હતો

#morbi






Latest News