મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો
SHARE
માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો
માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં આરોપી છેલ્લા દોઢેક વર્ષથી વોન્ટેડ હતો જે આરોપીને પકડવા માટે રેન્જ આઇજી દ્વારા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે.
માળીયા(મી)ના વાગડીયા ઝાંપા અંદર જુની એસ.બી.આઇ.બેન્ક પાસે બે જુથ વચ્ચે ગત તા. 25/10/24 ના રોજ મારામારીનો બનાવ બનેલ હતો જેની ફરિયાદી ખમીસાભાઇ ઓસમાણભાઇ જેડાએ ફરીયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેના પોતાના કાકાના દિકરા સોહિલને આરોપીના છોકરાઓ સાથે નાની વાતમાં ઝગડો થયેલ હોય જેનો રોષ રાખીને આરોપીઓ બે ગાડીઓમાં હથિયારો સાથે આવીને ફરીયાદી તથા સાહેદો ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ફરીયાદીના ભાઇ હૈદરભાઇ અલીમહમદ ઉર્ફે ઇલીયાસભાઇ જેડાને આરોપીઓએ બંદુકમાંથી ફાયરીંગ કરીને ગોળી મારીને હત્યા કરી હતી. જેથી 10 શખ્સોની સામે ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ માળીયા(મીં)ના પીઆઇ કરી રહ્યા હતા. અને અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીઓને પકડવામાં આવેલ આવેલ છે. અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરી હતી અને આ ગુનામાં મુખ્ય આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામ રહે. માળીયા(મી) વાળો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હતો.
દરમ્યાન રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા 29 જેટલા આરોપીઓના નામ જાહેર કરીને ઇનામની જાહેર કર્યા હતા જેમાં ફારૂકભાઈ જામના નામનો પણ સમાવેશ થતો હતો. અને આરોપી ફારૂકભાઈ જામ માટે 20 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમ્યાન એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલને બાતમી મળી હતી કે, આરોપી ફારૂકભાઈ હબીબભાઇ જામ (35) માળીયા(મી)માં મચ્છુ માતાજીના મંદિર ગઢીયા તળાવ પાસે પોતાના ખેતરે છે જેથી તાત્કાલીક એલ.સી.બી., પેરોલફર્લો તથા એસ.ઓ.જી. ના અધિકારી અને કર્મચારીઓએ ત્યાં પહોચીને મુખ્ય આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીને માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે સોપી દેવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, હાલમાં પકડાયેલ આરોપી સામે હત્યા, હત્યાની કોશિશ સહિત કુલ મળીને 6 જેટલા ગુના માળીયા અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.