મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય


SHARE











માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા માળીયા(મી)ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી કરવાની હોવાથી લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ ખરાઈ કરાવી શકશે. જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા,પ્રથમ માળ રૂમ.ન.૭  જન સેવા કેન્દ્ર , મામલતદાર કચેરી માળીયા(મી)  ખાતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. આગામી તા. 30/05/2026 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા નિયમાનુસાર પેન્શનનો લાભ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની માળીયા(મી) તમામ સંબંધિત લાભાર્થીઓએ ખાસ નોંધ લેવા માળીયા(મી) મામલતદાર એચ.સી.પરમારની યાદીમાં જણાવાયું છે.






Latest News