મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડાકોર ખાતેથી સગીરાનુ અપહરણ થયેલ હતું.અને તે બનાવમાં અપહૃત સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે ડાકોર પોલીસ બાતમીના આધારે મોરબી આવી હતી અને બાતમી મુજબ મોરબી ખાતેથી ગુમ થયેલ સગીરા તથા તેની સાથે શકદાર શીવાભાઈ રમણભાઈ નાયક રહે.સેંધવા તા. ગોધરા પંચમહાલ વાળા મળી આવ્યા હોય હાલ બંનેને તપાસના કામે ડાકોર લઈ જવામાં આવ્યા હોવાનું સ્થાનિક પોલીસમાંથી જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા નથુભાઈ બચુભાઈ રાદડિયા નામના ૬૦ વર્ષના આધેડને અજાણ્યા લોકો દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યા હતા.મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ભરૂબેન મિતેશભાઈ પરમાર નામના ૪૬ વર્ષના મહિલાએ કોઈ કારણોસર તેમના ઘરે બીજા માળેથી નીચે કૂદકો મારતા તેમને અત્રે સારવાર માટે લઈ જવાય હતા અને ત્યાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટથી પરત મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનું તેમજ તેઓની માનસીક બીમારી સબબ દવા ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા લક્ષ્મણભાઈ રેવાસીંગ કતીજા નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે રહેતા ગંગાબેન નામના ૪૦ વર્ષના મહિલાને સુરેશભાઈ મારવાડી સાથે ઝઘડો થતાં તેઓએ દિવાલમાં માથું અથડાવેલ હોય ગંગાબેનને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નવલખી હાઇવે જેપુર ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં શૈલેષભાઈ ડાયાભાઈ જમાસણા નામના ૪૭ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.






Latest News