મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

મોરબીના લીલાપર ગામે રહેતા પરિવારનો બે વર્ષનો બાળક ગત્ત રાત્રીના રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયો હતો અને ડૂબી જતાં તેનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબી તાલુકાના શાપર ગામના અને હાલ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો બે વર્ષનો દીકરો નક્ષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા લીલાપર ગામે રમતા રમતા ગતરાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પાણીના ટાંકામાં પડી ગયો હતો અને ડૂબી ગયો હોય તેને અત્રેની સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જો કે અત્રે તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા પહોંચીને બનાવ અંગે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ માંડલ ગામ પાસે થયેલ મારામારીના બનવામાં ઇજા પામેલા મોહનભાઈ ભલાભાઇ (ઉમર ૫૦) રહે.ઘુંટુ રોડ સામેકાંઠે મોરબી-૨ ને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા આવાસ યોજનાના કવાટર વિસ્તારમાં રહેતા નેહાબેન દિનેશભાઈ કાંજીયા નામની દેવીપુજક મહિલાને તેમના ઘરે ધીરજભાઈ ચંદુભાઈ કાંજીયા, ચેતન ધીરજભાઈ કાંજીયા તથા આશાબેન ધીરજભાઈ કાંજીયા દ્વારા ઢીકાપાટુની મારામારી કરવામાં આવતા ઇજા પામ્યા હોય નેહાબેનને સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા સ્ટાફના વી.જે.સિંચણાદા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ મંગાભાઈ શિયાળ નામના ૩૮ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીયાણા પાસે હરીપર ગામના રેલવે બ્રિજ નજીક ટ્રક સાથે અન્ય ટ્રક સાથે અથડાતા રાજસ્થાની ટ્રક ચાલક નરેશ રતલામભાઈ ચૌધરી (૨૪) રહે.રાજસ્થાન નામના યુવાનને ઇજા થતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા વિજયભાઈ માધવજીભાઈ ભોજાણી નામના ૪૬ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છ રાપરના પેથાપર ગામના હિતેશભાઈ ઇશ્વરભાઇ કોળી નામના ૧૭ વર્ષના યુવાનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.કુંભારીયા ગામ પાસે અજાણ્યા ઢોર સાથે તેનું વાહન અથડાતા તે ઈજા પામ્યો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.






Latest News