મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી

પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, ડો.શ્રી નિરંજન મુનિજી આદિ ઠાણાની નિશ્રામાં શ્રી સોની બજાર સ્થા.જૈન સંઘ મોરબીના આંગણે આજરોજ જેઠ સુદ પૂનમ તા.૩૧ મે નો દિવસ ઐતિહાસિક બની ગયો. ૧૬ માસથી સળંગ ૧૨૫ અઠ્ઠમના વર્ષીતપના તપસ્વિની શ્રી વિજેતા કુમારીજીને તપ તેજસ્વિનીજીની વિશેષ પદવી આપી બહુમાન કરવામાં આવ્યું હતુ.વિજેતાજી આર્યાજીએ અત્યાર સુધીમાં સિદ્ધિ તપ, ૧૬ ભથ્થું, નવાઈ, અઠ્ઠાઈ, ઉપવાસ, એકાસણું, આયંબિલ જેવી ઊગ્ર તપશ્ચર્યાઓ કરી હોય તે બદલ ખાસ પદવી આપવા માં આવી હતી.વિજેતાજી આર્યાજીને રસપાન કરાવવાનો ઉછામણીમાં પ્રથમ લાભ તેમનાં સંસારી માતુશ્રી ભદ્રાબેન પ્રાણલાલ શેઠ પરિવાર મલાડ ધંધુકા વાળાએ લીધો હતો.

આ પ્રસંગે મોરબી મહાનગર પાલિકા મેયર તથા અન્ય મહાનુભાવો અનેક સંઘોના પ્રતિનિધિઓ પ્રદીપભાઈ વોરા, દીપકભાઈ મહેતા (રીકોન), ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ), સમીરભાઈ મહેતા તેમજ બહાર ગામથી અનેક મહેમાનો પધાર્યા હતા.આ સાથે શ્રી આરતીકુમારી આર્યાજીને પણ રસપાન સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે મોરબી આસપાસના વિહાર ધામના સેવાર્થીઓનું સંઘ તરફથી ખાસ સન્માન કરાયું હતું.૪ દિવસથી ચાલતા આ તપોત્સવ, પદોત્સવ, રસોત્સવચારિત્રોત્સવમાં મંડળની બહેનોએ સુંદર ભક્તિ અભિવાદન નૃત્ય કરેલ, તેમજ નાના બાળકો તેમજ બાલિકાઓ દ્વારા સુંદર નૃત્ય કરવાંમાં આવેલ.આજે મુમુક્ષુ ભાવનાબેન અજમેરા (પૂના) વાળાની દીક્ષાર્થી તરીકે તાલિમ લેવાની "આજ્ઞા પત્રિકા" પણ થઈ હતી. આ પ્રસંગે શ્રી તરલા કુમારી આર્યાજી, શ્રી આરાધનાજી આર્યાજી, શ્રી ધૃતિકુમારી આર્યાજી, શ્રી કોમલજી આર્યાજી (બંને), શ્રી ભદ્રતાજીધીરતાજી આર્યાજી આદિકુલ ૨૮ ઠાણા ઉપસ્થિત હતા.શ્રી સ્થા.જૈન સંઘ સોની બજાર મોરબીના પદાધિકારીઓ પ્રમુખ નવીનભાઈ દોશી, અશોકભાઈ, યોગેશભાઈ, કેતનભાઈ, ઊર્મિલાબેન તેમજ મહિલા મંડળ, યુવક મંડળ વિગેરેએ સુંદર વ્યવસ્થા કરી હતી.ટ્રસ્ટી હસમુખ દોશીએ અનુમોદના પ્રસ્તુત કરી હતી.






Latest News