મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી


SHARE







વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી

મોરબીમાંથી મચ્છુની કેનાલ પસાર થાય છે અને તેમાં હાલમાં સિંચાઈ માટે થઈને પાણી છોડવામાં આવેલ છે જો કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી જેથી કેનાલમાં પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે અને હાલમાં રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક કેનાલ ઓવરફ્લો થઈ હોવાથી વગર વરસાદે રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે

મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતો ચોમાસાનું આગોતરું વાવેતર કરી શકે તે માટે તેને દર વર્ષે મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ કેનાલ મારફતે મોરબી અને માળિયા તાલુકાના કુલ મળીને 17 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે પણ સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે જોકે કેનાલની યોગ્ય રીતે સાફ-સફાઈ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે. જેથી હાલમાં છેવાડાના ગામ સુધી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું નથી તેવામાં રાત્રિ દરમિયાન મોરબી નજીક આવેલ રવાપર ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલ ઓવરફ્લો થઈ હતી અને રસ્તા ઉપર લગભગ અડધાથી એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ રોડ ઉપરથી વાહન લઈને પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

વધુમાં મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય લાલતિભાઈ કસૂન્દ્રાએ જણાવ્યુ હતું કે, એક બાજુ મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો કેનાલમાંથી તેઓને સિંચાઈ માટેનું પાણી મળે અને તેઓ કપાસ સહિતના પાકોનું આગોતરું વાવેતર કરી શકે તે માટેનું આયોજન કરી રહ્યા છે અને પાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓને કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળતું નથી અને બીજી બાજુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કેનાલની અંદર સફાઈ કરવામાં આવી નથી તેમજ કેનલના સાઈફનમાં પણ કચરા ભરાયેલા હોવાના કારણે હાલમાં કેનાલ ઓવરફ્લો થઈ રહી છે અને પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારી અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે જો આકરા પગલાં લેવામાં આવે તો જ પાણીનો બગાડ થતો અટકે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તેવું હાલમાં ખેડૂત સહિતના લોકો કહી રહ્યા છે 






Latest News