મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ


SHARE







માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે ઈજા પામેલ આધેડનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક આધેડના પત્નીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં માળીયા શહેર ભાજપના પ્રમુખના ભાઈ સહિત 2 આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

માળિયા શહેરમાં જુના બસ સ્ટેશન પાસે રહેતા હૈદરભાઈ સુમારભાઈ મોવર (51) નામના આધેડ થોડા દિવસો પહેલા સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે કાર લઈને સફીર મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને હૈદરભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી 52 જેટલા છરા તેને શરીર ઉપર લાગ્યા હતા માટે ઇજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા જો કે, તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતકના પત્ની સાઇનાબેન હૈદરભાઈ મોવરએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માળીયા શહેર ભાજપના પ્રમુખ ઇલિયાસ મુસાભાઇ મોવર અને સફીર મુસાભાઈ મોવર અને અન્ય અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, ફરિયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી ઇલિયાસ અને સફીર સાથે ધંધા બાબતે મનદુખ ચાલતું હતું અને તે બાબતનો ખાર રાખીને ઇલિયાસના કહેવાથી સફીર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો ફરિયાદીના પતિની હત્યા કરવાનું કાવતરું રચીને સફીર સહિતના ચાર શખ્સો સ્વિફ્ટ ગાડીમાં આવ્યા હતા અને ત્યારે સફીરે બંદૂક જેવા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું જેથી ફરિયાદીના પતિ હૈદરભાઈને માથા, ગળા, છાતીના અને પેટના ભાગે છરા લાગવાથી તેના પતિનું મોત નીપજયું છે

આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે હાલમાં હત્યાના ગુનામાં મરણ જનાર ઉપર ફાયરિંગ કરનાર સફીર મુસાભાઈ મોવર (32) રહે. રહે હાલ વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી મૂળ રહે માળિયા ત્રણ રસ્તા તેમજ મયુદ્દીનભાઈ મહેબૂબભાઈ કટિયા (25) રહે. હાલ વિશાલા હોટલ પાછળ હનીફાબેન મોરની વાડીએ માળિયા મૂળ રહે. જોરાવરનગર સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલ હથિયાર તથા મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે.






Latest News