મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન


SHARE







મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન

મોરબી જિલ્લામાં ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણનાહેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે મોરબીમાં સનાળા ખાતે આવેલા શક્તિ માતાના મંદિર પરિસરમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.

મંત્રીઓએ શ્રમદાનમાં સક્રિય સહભાગી બની નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી અને મોરબીના પ્રત્યેક નાગરિકને સ્વચ્છાગ્રહીબનવા હાકલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન લોકોને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાબૂદ કરવા, ‘મારો કચરો-મારી જવાબદારીભાવના કેળવવા, ‘સ્વચ્છ શહેર-સુંદર શહેરબનાવવા અને પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવોસહિતના લોકજાગૃતિના પ્રેરક સંદેશાઓ આપવામાં આવ્યા હતા. શનાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા.






Latest News