મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી !


SHARE







મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી !

મોરબીમાં પોલીસનો લેશમાત્ર ભય ન હોય તેવા બનાવો રોજિંદા બની ગયા છે.જેમાં નજીવી વાતે મારામારીના બનાવો બને છે.તેવો જ એક બનાવ મોરબીના સામાકાંઠે ઘુટં રોડ ઉપર બન્યો હતો.જેમાં નરેન્દ્રભાઈ કરૂણાશંકર મહેતા (૩૫) રહે.શોભેશ્વક રોડ મોરબી-૨ ને ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

જેથી ઇજા પામેલા નરેન્દ્રભાઈ મહેતાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.અને સારવાર લીધા બાદ તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુનીલ ઉર્ફે બાવલો કાંતિભાઈ પાડલીયા રહે.ઘુંટુ રોડ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સુનિલે ફરીયાદી નરેન્દ્રભાઇ પાસે એકટીવા માગ્યુ હતુ.જે આપવાની તેઓએ ના પાડતા સુનિલે ગાળો આપીને ઝઘડો કર્યા બાદ ધોકા વડે તેમને માથા તથા શરીરે માર મારીને ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ નરેન્દ્રભાઈની ફરિયાદ ઉપરથી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના માણેકવાડા (માથક) ગામે રહેતા ત્રણ લોકોને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે બાઈક અને કાર વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં શિવપુર ગામેથી પરત માણેકવાડા જતા સમયે સર્જાયેલા અકસ્માતમાં ડાયાભાઈ બાબુભાઈ કટોણા (૩૪), મમતાબેન ડાયાભાઈ (૧૪) તથા મેરાભાઈ રણછોડભાઈ (૧૪) ને ઇજાઓ થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માલણીયાદ ગામે થયેલ મારામારીના બનાવમાં જેરામભાઈ રેવાભાઇ ગોંડલીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધને ઇજાઓ થઈ હતી.જેથી તેમને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

ટંકારા અકસ્માત

ટંકારાના લતીપરથી ટંકારા જતા રસ્તે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રિક્ષા સાથે આઇસર ગાડી અથડાતા સર્જાયેલા અકસ્માત બનાવમાં નીતાબેન નરસીભાઈ રહે. રફાળેશ્વર અને બાબુભાઈ કરસનભાઈ વાઘેલા (૬૦) રહે. રફાળેશ્વરને ઇજાઓ થઈ હતી.જેથી તેઓને ટંકારા ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.

રાજકોટ ખસેડાયો

મોરબીના રફાડેશ્વર ગામે રહેતો રાજેશભાઈ અંબાલીયા નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબીના પાડાપુલ ખાતેથી બાઈક ચલાવીને જતો હતો ત્યારે કાર સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેથી ૧૦૮ વડે તેને ઇજાગ્રસ્ત હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News