મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE







મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો


મોરબીમાં ખોટા આધારકાર્ડ, પાન કાર્ડ અને વારસાઈ આંબો તૈયાર કરીને ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં આઠ માસથી તેમજ દારૂના ગુનામાં છેલ્લા ત્રણ માસથી ફરાર ઇસમને પોલીસે પકડી પાડેલ છે.

મોરબીમાં નાસતા ફરતા આરોપીને દબોચી લેવા મોરબી એ ડીવીઝન મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમી મુજબ તપાસ કરવામાં આવતા સીટી એ ડીવીઝનમાં થોડા સમય પહેલા બાબુભાઈ તળશીભાઈ ચાવડા રહે.મોરબી ભક્તિનગર સર્કલએ નોંધાવેલ ફરીયાદનો આરોપી પકડાયો હતો.જેમાં બાબુભાઇના પિતાજીના નામના બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ, વારસાઈ પેઢી આંબો બનાવી ખોટા ખેડૂત ખાતેદાર તરીકે ઓળખ આપીને તે બોગસ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપી દર્શિત પ્રવીણભાઈ મેવાડા (ઉમર ૩૦) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી મૂળ રહે.હરીપર તા.લાલપુર જી.જામનગર વાળો મળી આવ્યો હતો.જેથી તેને ઝડપી લીધો હતો.આ ઇસમ આ ગુનામાં છેલ્લા આઠ માસથી ફરાર હતો તેમજ દારૂના એક ગુનામાં તે ત્રણ મહિનાથી ફરાર હતો.તેને પકડવામાં પોલીસને સફળતા મળી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે કારખાનાના લેબર કવાટર ખાતે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ગોલુ દેવેન્દ્રભાઈ શર્મા (૨૨), કુંદન અમરનાથ શર્મા (૨૨) અને કિશન અમરનાથ શર્મા (૧૮) ને ઇજાઓ થઈ હોય અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા વિરાટનગર પાસે ટ્રક પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં મુસ્તુભાઈ સુભાનભાઇ રાઉમા (૨૪) રહે.લાકડીયા કચ્છ ને ઇજા પહોંચી હતી.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે તેને પ્રાથમિક સારવાર આપી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો.હાલ બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News