મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાશે

૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની મોરબી જિલ્લામાં વ્યાપક સ્તરે ઉજવણી કરવાના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વહીવટી વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, સુદ્રઢ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પાર્કિંગ સુવિધા, ટ્રાફિક નિયમન અને અન્ય તમામ મહત્વની આનુસંગિક વ્યવસ્થાઓ સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે જરૂરી સૂચનો કર્યા હતા.

સમગ્ર જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ કાર્યક્રમોના સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે. આ બેઠકમાં ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News