મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ


SHARE









મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં રહેવા માટે આવેલા યુવાનના કાકા કાકા વિદેશી દારૂનું વેચાણ કરતાં હોય તેની સામે કેસ થયો હતો જેની બાતમી યુવાને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર સગા કાકા સહિત કુલ 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને યુવાન ઉપર ફાયરિંગ કર્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયારના 15 જેટલા ઘા તેના શરીર ઉપર માર્યા હતા. જેથી ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે હત્યાના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (35) નામના યુવાન થોડા સમય પહેલા જ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેવા માટે આવેલ હતો અને આ યુવાન શનિવારની રાતે તેના ઘરે હતો ત્યારે તેના ઘર પાસે યુવાનના સગા કાકા ફારુકભાઈ અલારખાભાઈ ભટ્ટી તેમજ તેનો દીકરો રિયાઝ ફારુકભાઈ ભટ્ટી અને સમીર જાકીરભાઈ સૈયદ અને નઝિમ મુન્નાભાઈ દિવાન નામના ચાર શખ્સો આવ્યા હતા અને હનીફભાઇ કશું જ સમજે તે પહેલા તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને છરી તેમજ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હનીફ્ભાઈને ગોળી વાગી હતી તેમજ  છરી અને ધારિયાના 15 જેટલા ઘા હનીફભાઇને મરવામાં આવ્યા હતા જેથી તેનું મોત નિપજ્યું હતું

મોરબીમાં આજે ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના ભાઈ ઇરફાનભાઇ ભટ્ટીની ફરિયાદ લેવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં બી ડિવિઝન પીઆઇ જે.ડી. સરવૈયા અને તેઓની ટીમે ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના કાકા ફારુકભાઈ અલ્લારખભાઇ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી તેમજ તેના દીકરા રિયાઝભાઈ ફારુકભાઈ ભટ્ટી અને સમીરભાઈ જાકીરભાઇ પીરજાદા તથા નાઝીનભાઈ દિલાવરભાઈ દીવાન રહે. બધા થાનગઢ વાળાની ધરપકડ કરી છે.

વધુમાં ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના કાકા આરોપી ફારૂકભાઈ ઇંગ્લિશ દારૂનો ગેરકાયદે ધંધો કરતા હોય તેના ઉપર કેસ થયો હતો જેની બાતમી મૃતક હનીફભાઈ ભટ્ટીએ પોલીસને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં હનીફભાઈની હત્યા કરવામાં આવેલ છે આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે હાલમાં એક પિસ્તોલ, છરી અને ધારિયા તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ સ્કોર્પોયો ગાડીને કબ્જે કરવામાં આવેલ છે. અને ચારેય આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News