મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!


SHARE







કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ!

મોરબીના જેતપર ગામે છેલ્લા 11 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમની અંદર કૃષિ મંત્રીએ કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીના માણસોને કામ બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે જેતપર ગામે જ્યાં આંદોલન ચાલે છે તે ગામમાં ઉપવાસીના ખેતરની અંદર અત્યારે વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને આખા ખેતર અને ખેતીના પાકની વીજ કંપનીના માણસો દ્વારા પથારી ફેરવી નાખવામાં આવી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની વીજ લાઇનો પસાર થાય છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની જે કામગીરી ચાલુ છે તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે પાસેરામા પૂણી જેટલું વળતર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલની સામે આપી રહી છે અને આ વળતર ખેડૂતોને મંજૂર ન હોવાથી ગત તા 18 જૂનથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે આ આંદોલનનો 11 મો દિવસ છે. અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત સરકાર તરફથી ખેડૂતોને મંત્રાણા કરવા માટે થઈને મૌખિક આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ઉપવાસી છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેઓની કમિટી દ્વારા મુખ્યમંત્રી દ્વારા લેખિતમાં તે લોકોને મંત્રણા કરવા માટે બોલાવવામાં આવે ત્યાર પછી જ મંત્રણા કરવા માટે જવું છે તેવી સ્પષ્ટ વાત અધિકારીઓને કહી દેવામાં આવી છે

આજે આંદોલનના 11 માં દિવસે જો વાત કરીએ તો આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે ઉલેખનીય છે કે, કૃષિ મંત્રીએ અગાઉ જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ જે વીજ પોલ ઊભા કરી રહી છે તેને કામ બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજની તારીખે પણ જેતપર ગામે ઉપવાસીના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતોનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આ આંદોલનનો અંત ક્યારે આવશે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે કારણ કે જો રાજ્યના કૃષિ મંત્રી કામ બંધ રાખવા માટે સૂચના આપે છે તો પણ જો વીજ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવામાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રીને પણ ખાનગી વીજ કંપનીઓ વાળા ગણકારતા નથી તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News